નૈસર્ગિક પ્રેમ.
એક નાનકડા ગામે એક કુટુંબ ફરવા ગયું હતું. સ્વર્ગ જેટલું સુંદર એ ગામ હતું. ત્યાં એક સુંદર કોટેજ માં એ લોક રેહવાના હતા, ગરમીઓ ની છૂટીઓમાં.
નાનકડા ભાઈ ફ્રેહાન અને બેન ઝોઈશએ પોતાના નાનકડા બેગ ગોઠવિયા હતા. યાદ કરી એમના રમકડાં, bat ball બધું મૂકી દીધું હતું.
ગામ આવ્યું એટલે છોકરાઓ ખુશી ખુશી રમવા દોડિયા. ત્યાંના પગી ના બાળકો બી હતાં એટલે એમને મઝા પડી.
ત્યાં ના માળી એ એમને બગીચામાં થતાં ફૂલ અને વૃક્ષો બતાવ્યા. આં જોઈ બંને કહે અમને બી ફૂલ અને વૃક્ષ વાવવાં છે. માળીએ ધીરજથી છોકરાંઓ ને આં સિખાડ્યું. ફ્રેહાને મોગરા ના ફૂલો નો છોડ વાવીઓ.
ઝોઇશને મોટું ઝાડ વાવવું હતું. એ કહે, " દાદા મને તો આંબો વાવવો છે, ફ્રેહાનને કેરીઓ બહુ ભાવે છે".
માળી દાદા હસીને ને બોલિયા, " ઉતાવળે આંબા ન પાકે", કેરી તો વર્ષો પછી આવશે". તો ઝોઇશ કહે, "હું આં વૃક્ષને પાછી કલકત્તા લઈ જઈશ". આં વાતો ચાલતી હતી ત્યાં એમની મમ્મી શેઝરીન બહાર આવી. એ કહે, " ઝૉઈશ, તું બે ત્રણ વૃક્ષો રોપ, આપણે થોડા સમય પછી ફરી અહીં આવીશું ત્યારે તું આં જોઈ શકીશ, અને એક છોડ કલકત્તા લઈ જઈશું" આમ છોકરાઓ એ ઘણાં બધાં છોડ વાવ્યા, માટી વાળા હાથ લઈ ધમાલ મસ્તી કરી.
એક દિવસ છોકરાઓ , કૉટેજ ની બાજુ જે નદી હતી, એના કિનારે પિકનિક કરતા હતા. ત્યાં અચાનક એક અતિ સુંદર પંખી, ફડફડી ને તૂટી પડ્યું. બધાં ત્યાં ભાગિયાં. જોયું તો એક સુંદર kingfisher, બિચારું વીંધાઈ ને તડપ્તું હતું. માળી એ તરત એને ખોળા મા લઇ તીર કાઢી નાખયું, નદી ના જળ થી એનો ઘાવ સાફ કરિયો. આં જોઈ, છોકરાઓ કહે, આપણે એને ઘર લઈ જયિએ, એટલે પિકનિક અધૂરો રાખી એ લોક ઘરે આવી ગયાં.
Kingfisher, ધીરે ધીરે સારું થયું. હવે છોકરાંઓ નું એ દોસ્ત બની ગયું. માછી પાસે રોજ માછલી ખરીદી એને ખવડાવે. થોડા દિવસો માં એ સંપૂર્ણ રીતે સ્વસ્થ થતાં એ ઉડી ગયું. છોકરાઓ તો જોર જોર થી રડવા લાગ્યા. બહુ દુઃખી થઈ ગયા, એ કેમ આપણને છોડી ચાલી ગયું!
હજી તો મમ્મી સમજાવતી હતી તેટલાં kingfisher પાછું આવ્યુ. આં જોઈ છોકરાંઓ તો તાળી પાડી, નાચવા લાગ્યા. રાજી ના રેડ થઈ ગયા. હવે કિંગફિશર પોતે શિકાર કરે ને સાંજ પડે ત્યારે એમની પાસે આવી જાય.
હવે ફરી નદી કિનારે છોકરાઓ પિકનિક કરવા ગયાં તો એમની નવાઈ વચ્ચે, kingfisher એમને માટે, માછલી પકડી લાવ્યું. એમને તો બહુ મઝા પડી ગઈ. આવી ગમ્મત એમને કલકત્તા માં ક્યારે આવી ન હતી.
એક દિવસ એલોક વોક પરથી ફરતાં હતાં ત્યારે એમને એક doggie જોઈ, તો જે બિસ્કીટ એ ખાતાં હતાં, એ એને આપી, હવે એ ડોગી ના કુરકુરિયાં હતાં એ નાની ફૌજ પાછળ પડી. ઘરનાં મોટા બધાં ઉપર હતા એટલાંમાં છોકરાઓ એ તો જે ખાવાનુ ટેબલ પર જોયું એ બધું ખવડાવી દીધું. એમની ફૌજ તો પુછડી પટપટાવી બહાર બેસી ગઈ. થોડી વારમાં ઘરનાં બધાં જમવા આવ્યા. જોય તો બધું સફાચટ. છોકરાઓ એ ફૌજ બતાવી કહ્યું અમે એમને બધું ખવડાવી દીધું, બિચારા ભૂખ્યાં હતાં. મારે જમવાનું ફરી એક વખત બનાવવું પડશે ! કહી, મમ્મી બિચારી રસોડામાં ગઈ.
હવે આં ફૌજ તો અહીં રહી પડી. માળી દાદા એ બધાને નવડાવી ધોવડવી ચોખ્ખા ચટ કર્યા. ફ્રેહાન ઝોઈશ ને તો મઝા પડી ગઈ.
હવે વેકેશન પત્વા આવ્યું, કલકત્તા જવાનું હતું. છોકરાઓ તો કહે, અમે આં બધાને લઈ ને જ જઈશું. બહુ રડારોળ થઈ. બહુ સમજાવવા પછી એક એક છોડ અને કિંગફિશર લઈ જવાની મંજૂરી મળી. પણ કિંગફિશર ને નદી કિનારે કેમ મોકલીશું ? એ તો ખોવાઈ જશે ભીડમાં. મમ્મી એ સમજાવ્ય
, એમને બી એમનું ઘર વાહલું હોય, છો એ અહીં રેહતું. ઉદાસી વચ્ચે એ લોકો કાર માં ગોઠવાયા.
કાર થોડી આગળ ગઈ તો જોયું બધાં એમની પાછળ દૌદે છે. હવે શું કરવું ??? આખરે મમ્મી ને ઝૂકવું પડ્યું. કિંગફિશર અને આખી ફૌજ કાર માં ગોઠવાઈ ગઈ, બધાં કલકત્તા માટે રવાના થયા. છોકરાંઓ ની ખુશી નો તો પાર નહિ. મમ્મી ને વળગી ઠેંક્યું બોલતા ગયા આખે રસ્તે.
એક વેકેશન માં જ બહુ શીખવાનું મળ્યું એમને બધાને. હવે એમને કુદરત બહુ વાહલી લાગે છે. હવે મૌલ માં નથી જવા માંગતા, એમની ગેંગ ની સાથે નદી કિનારે જાય છે. એ બંને કુદરત ના ચાહકો બની ગયા છે.
તો ચાલો આપણે બી આપણા બાળકો ને મોબાઇલ નો ચસ્કો છોડાવી કુદરત તરફ વાળીએ.
Armin Dutia Motashaw