Submit your work, meet writers and drop the ads. Become a member
Jul 2020
કાલ્પનિક સાયો

લોકો કહે છે મીરાં થઈ ગઈ દિવાની જેને માટે, એ હતો માત્ર એક કાલ્પનિક સાયો.

પણ હું તો કહું, એ હતો એનો પ્રીતમ, જે હતો  જશોદા નો જાયો .

ભલે મીરાંએ એનું બધું ખોઇ, એની પોતાની દુનિયા જલાવી;

હકીકત માં, આં સાયાએ જ, એને પ્રખ્યાત બનાવી.

પ્રીત માં હતી નથી કોઇ રીત, નથી એ રિવાજ મુજબ ચાલતી

એ તો બસ પ્રીતમ માટે હોય છે દિવાની; જાણે  વૃક્ષ પર ચઢતી મધુમાલતી.

પ્રીત એને કહેવાય જ નહી, જો હોય એ ડગુમગુ કે  કાચી

સાયો સાચો હોય કે હોય  કાલ્પનિક, પ્રીત હોય છે સાચી.

Armin Dutia Motashawકાલ્પનિક સાયો
Please log in to view and add comments on poems