Submit your work, meet writers and drop the ads. Become a member
Nov 2019
પૂછું હું તને

લાખ કરો પ્રયત્ન, પ્રીત પરાણે થાય નહિ, જાણે આં સૌ.

પણ થયા પછી, એ ભૂલાય પણ નહિ, જાણે આં સૌ.

આવો વિચિત્ર કેમ હશે આં પ્રેમ, સમજાવે કોઈ આં મને.

વિના વિચાર્યે શા કારણે ઉત્પન્ન થતો હશે આં પ્રેમ; સમજાવે કોઈ આં મને.

કોઈને આપે એ સુખ અપાર, કોઈ સહે વિરહ નું દર્દ; હશે આવું કેમ ?

પ્રેમી પારેવડાં આપે એક બીજા માટે પ્રાણ, તો લેય જીવ પણ; હશે આવું કેમ ?

કૃષ્ણ તું તો જગ નો દાતા, તું વિધાતા; આં પ્રીત શા કાજે રચી તે ?

પ્રશ્ન અનેક, જવાબ આપ તું કાંઈક તો,  આં પ્રીત શા કાજે રચી તે ???

તેં પ્રીત રચી રાધા સાથે, રુક્મિણી ને બનાવ્યા રાણી; આવું કેમ ?

મીરાંની એક તરફની પ્રીતે, બનાવી દીધી બિચારી ને દીવાની; આવું કેમ ?

Armin Dutia Motashaw

Armin Dutia Motashaw
82
 
Please log in to view and add comments on poems