Submit your work, meet writers and drop the ads. Become a member
Aug 2019
બચપણ ની મીઠી યાદો

આજે, એક નાનકડી રોટલી જોઈને આવી બચપણની યાદ

માં બનાવડાવતી હતી પૂરીથીબી નાની રોટલીઓ, ખાધી આજે જે, વર્ષો બાદ.

રંગ બે રંગી આઈસ્ક્રીમ, બરફ ગોળા ખાવાની હતી એક અજબ મઝા;

આમલી, કાચી કેરી ઝાડપર્ થી તોડી, ખાવાની મળતી અમને સજા.

વરસાદમાં ચલાવતાં અમે કાગળ ની હોડીઓ નાની નાની ;

ભરાયેલાં પાણીના ખાબોચિયા માં કૂદવાની મઝા હતી નીરાળી.

ચાર આણા માં મળતા સમોસા, આઈસ્ક્રીમ-સ્ટિક અથવા લેમન ના પીણાં

એક રૂપિયામાં ખાતા રાસબેરીની ૧૦૦ પીપરમિત; વાહ ક્યાં મજેદાર થા વો જીના !

હવે તો બસ આં યાદો ને વાગોળતાં રેહવુ પડે છે; સોહામણી મીઠી યાદ !!

અતિશય મોંઘવારી એ કરી દીધી આં બધી મઝા બરબાદ !

વાહ રે નેતાઓ , વાળ્યું દેશનું નક્ખોડ, નોતર્યું અમારા અરમાનો નું સત્યાનાશ

થાય આં મોંઘવારી નું સત્યાનાશ ; એવી કરું છુ હું સાચા દિલથી આશ .

Armin Dutia Motashaw
58
 
Please log in to view and add comments on poems