Submit your work, meet writers and drop the ads. Become a member
Jun 2019
દ્વન્દ્વ

ફરી એક વખત, બોલ્યું મારું મન, " તે આં શું કર્યું યાર ?

શા માટે કરીએ જાય છે તું , એક પડછાયા ને પ્યાર ?

આમ એકધારી, ક્યાં સુધી અને કેટલી જોશે તું એની વાર ?

વર્ષો વિત્યા તો પણ મળ્યો નથી તને હજી, એક સુખી સંસાર.

અને વળી હજી પણ દેખાતા નથી સુખ ના કોઈ બી આસાર.

કહ્યું હતું મે તને અનેક વાર, કર નહિ તું એક પડછાયાને પ્યાર "

દિલે આપ્યો જવાબ, "વાત તારી બધીજ છે સાચી, માનું છું હું હાર"

"પણ તારા જેવી વિચારશક્તિ નથી મુજમાં, એટલે ખાઈ જાઉં છું માર.

હું તો બસ દિલ આપ્યા પછી, કરિયેજ જાઉં છું પ્યાર"

દુનિયાદારી ની સમજ તારામાં છે, હું તો હજી પણ કરું છું આં રીતેજ પ્યાર".

બોલ્યું મન, " આં બધાં લોકો પાસેથી, તું પણ સિખ થોડો ઘણો વ્યાપાર, વ્યવહાર."

મળ્યો જવાબ દિલ નો, " મને તો બસ આવડે છે કરતાં પ્યાર, સંભાળીલે તું જ, આં સંસાર.

દ્વન્દ્વ કરવું નથી મને કોઈ, હું તો બસ કરિયેજ જાઉં છું પ્યાર, બસ પ્યાર જ પ્યાર".

Armin Dutia Motashaw
49
 
Please log in to view and add comments on poems