Submit your work, meet writers and drop the ads. Become a member
Apr 2019
માનવ મન

કાશ ઝાંકી શકતે હું, માનવ ના અંતર મનમાં !!

ઓપરેશન વખતે પોહચી શકાય કોઈના તનમાં;

પણ પહોંચી શકે ન કોઈ માનવ ના મનમાં.

હિપનોસિસ કદાચ આં કરિશ્મો કરી બતાવે

કે માનવ ખુદ પોતે કોઈ એંધાણી જતાવે;

બાકી તો જીભ બોલે કંઈ, આંખો બીજું અને મન ત્રીજું બતાવે.

દાતા, આવી કેવી તારી રચના, કંઈ તો તું કહે !!

મન બિચારું, આમ પીડા ક્યાં તક સહે

ક્યાં તક એ ચુપ રહે; કંઈ ના કહે.

એક સત્ય એ, કે  મન કોઈનું, વાંચી ન શકાય

મન માં ચાલતું હોય એ હોઠો પર લાવી ન શકાય

મન નથી એક પુસ્તક કે ચિત્રપટ જે જોઈ શકાય.

કાશ મન ની અંદર ઝાંકી શકાય

Armin Dutia Motashaw
54
 
Please log in to view and add comments on poems