Submit your work, meet writers and drop the ads. Become a member
Mar 2019
કિસ્મત ક્રૂર

બિચારી એ દુઃખી માં, વિચારતી હતી, કોઈની બુરી નજર લાગી ગઈ છે જરૂર.

કે પછી આં એમન ના કિસ્મત માં, મશ્કરી હતી કોઈ ક્રૂર !

એના મીઠાં બલુડાઓ નું હૃદય, રેહતું જે પ્રેમથી ઉર પુર,

કેમ અને શા માટે થઈ ગયા જુદા અને એક બીજાથી દૂર.

શા કાજે થયા એ આમ કરવા, દૂર રેહવાં મજબૂર ?

દુનિયાની નજર બુરી, લાગી ગઈ છે એમને જરૂર.

હતાં એના બાલુડા એની આંખ ના તારા; હતાં એ એના ગુરુર.

હતી એક વેળા, જ્યારે ચર્ચા થતી એમના સંપ અને પ્રેમ ની, દૂરદૂર.

આવી એવી પુત્રવધૂ, કર્યું સત્યાનાશ સંપનું; કર્યા એમને એકબીજાથી જુદા થવા, મજબૂર.

લાચાર બની હું; મારી આંખો સામે થયાં મારા બાલુડા, એક બીજા થી દૂર !

બસ જોતી રહી હું બેઠા બેઠા, કિસ્મતનો આં તમાશો ક્રૂર !

Armin Dutia Motashaw
54
 
Please log in to view and add comments on poems