Submit your work, meet writers and drop the ads. Become a member
Feb 2019
ગૂંચવણ, સમસ્યા

સદા ની છે આં ગૂંચવણ, આં સમસ્યા.

ઘર મારું કયું, જ્યાં જન્મ થયો ને અમે વસ્યા ?

કે પછી, ગાય ને દોરવી જે ઘરે પરણાવ્યા ત્યાં ?

માં બાપ ના જવા પછી, ઘર થાય ભાઈ ભાભી નું.

સાસુજી કહે,  "તારા ઘરે"
એટલે એ પણ બીજા કોઈ નું.

વિચારે નારી, આખરે હકીકત માં, ઘર એનું કહ્યું  ?

કોઈ તો સુલઝાવે આં કઠિન સમસ્યા . સ્ત્રી ક્યાની  ?

બાગ નો માળી કહે," વૃક્ષ મારું, પણ ફૂલ તો છે પરાયું."

શું સ્ત્રી સદા પરાઈ રહેશે? બન્ને ઘર ની મેહમાન બની રહશે ?

Armin Dutia Motashaw
51
 
Please log in to view and add comments on poems