છે તું એક પહાડ, વિશાળ, અડગ અને અચલ. અંદર થી અડગ, ભલે ઉપર ઝરણાં વહે ખળ ખળ. મૌસમ આવે અને જાય, પણ તું તો ત્યાં ને ત્યાંજ ઊભો હોય. કડકડ તિ ઠંડી, મુશળધાર વર્ષા, કે ભલે ગરમી ભયંકર હોય; ખળ ખળ વહેતા ઝરણાં, અને નદીઓ તારા પગ ધોતાં હોય. ઉપરથી બેઠો બેઠો, સમ દૃષ્ટિ થી નીચે તું જોય. આંધી આવે, તોફાન આવે, મોટા ઝાડ, ઉડે તણખલા જેમ. પણ તું તો ત્યાં ને ત્યાંજ હોય, અડગ જેમ નો તેમ. વર્ષા તને પલાડે, મોટા ખડગ માટી ની સાથે નીચે પટકાય. હોશિયાર માણસથી પણ આવા તોફાનમાં ન છટકાય. પણ તું તો અડગ બની ત્યાંજ હોય, જેમ નો તેમ. માનવ જેમ તું ધરાવતો નથી અહમ કે વેહમ્ શીખવું જોઈએ અમારે આવી રીતે અડગ અને અચલ બનવા. હસ્તે મોઢે, અડગ રહી, હિંમતથી દુઃખો નો સામનો કરવા.